ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલનું નિવેદન ખોડલધામ ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ મળશે આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની કરાશે ચર્ચા ગાંધીનગર ખાતે આજે સાંજે 6.30 કલાકે યોજાનારી બેઠક પહેલા પાટીદાર નેતા નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને બોલાવી રહ્યા છે પરંતુ હાલ રાજકરણમાં જવાનો મારો કોઇ વિચાર નથી. સમાજ જો આદેશ કરશે તો મારે રાજકરણમાં આવવું પડશે. પાટીદાર અગ્રણીઓની આજે સાંજે બેઠક મળવાની છે જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નરેશ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ, ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નરેશ પટેલ અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે.
પાટીદાર અગ્રણીઓની આજે સાંજે બેઠક મળવાની છે. નરેશ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખોડલધામ, ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નરેશ પટેલ,અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે રાજ્યના મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રીને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામેના કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરીશું તો મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત રહેશે. નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે યોજનારી બેઠકમાં નરેશ પટેલની સાથે અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ આજે ઉપસ્થિત રહેશે. આ બેઠક સાંજે 6.30 કલાકે બેઠક યોજાશે.ગુજરાત વિધાનસભાની સમયાવધી પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ભરતસિંહની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. જ્યાં તેઓએ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી બેઠક કરી હતી.
ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાં વધી રહેલા જૂથવાદને ખતમ કરવા માટે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે ખોડલખામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.. જે બાદ પાટીદારોને મનાવવાના પ્રયાસો થતા હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.. અને ભાજપે પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે કાોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી વધુ એક વખત રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.
ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બન્યો શુક્રવારે જ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. અને સુખરામ રાઠવાને વિપક્ષ નેતા..આમ કાોંગ્રેસે ઓબીસી અને એસટી વોટબેંકને પોતાના તરફી કરવાનો દાવ ખેલ્યો. અને હવે બીજા જ દિવસે ભરતસિંહ સોલંકી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક માટે ખોડલધામ પહોંચી ગયા હતા.. એટલું જ નહીં આ બેઠકથી ગીતા પટેલ અને મહેશ રાજપૂત સહિતના કાોંગ્રેસના નેતાઓને પણ દૂર રાખવામાં આવ્યા. ત્યારે ચોક્કસ પણે આ બેઠક 2022ની ચૂંટણીને લઈને પાટીદાર મતોને કાોંગ્રેસ તરફી લાવવા માટેનો પ્રયાસ હતો. ઓગસ્ટ મહિનામાં ખોડલ ધામથી એવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી કે 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. અને ત્રણ જ મહિનામાં તેની અસર જોવા મળી. પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની ગયો. તેવામાં સી.આર.પાટીલ બાદ ભરતસિંહ સોલંકીની ખોડલધામ મુલાકાત અનેક તકા વિતર્કો સર્જાયા છે. ત્યારે જોવાનું એ રહેશે ભરતસિંહ સોલંકીની આ મુલાકાત ગુજરાતની ત્રીજી સૌથી મોટી જ્ઞાતિના મત કોંગ્રેસ તરફી લાવી શકશે. કે, પછી ભાજપ મુખ્યમંત્રીના નામે બાજી મારે છે.