બેંગલુરુ- કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પણ ગુજરાત જેવી રણનીતિ અમલમાં મુકવાનો નિર્ણય કરી લીધો છે.હાલમાં રાહુલ ગાંધી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. રાહુલ ગાંધી સતત કર્ણાટકના દેવસ્થાનોની મુલાકાત લઈ રહ્યાં છે.
કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ઉડુપિ સ્થિત નારાયણ ગુરુ મંદિરે જઈને પૂજા-અર્ચના કરી હતી.દક્ષિણ ભારતમાં કર્ણાટક એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર છે.
ગુજરાતમાં જે રણનીતિ અમલમાં મુક્યા પછી કોંગ્રેસને સારો અેવો પ્રતિસાદ મળતા રાહુલે ફરી એક વાર મંદિર-મસ્જિદનું શરણુ લઈ મતદારોને અાકર્ષવાનો પ્રયાસ કર્યો છે. કેટલી સફળતા મળશે તે તો અાવનારો સમય જ નક્કી કરશે.