Delhi Assembly Election દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર પીએમ મોદીનું નિવેદન, કહ્યું- વિકાસ અને સુશાસનનો વિજય
Delhi Assembly Election દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આ જીત પર પીએમ મોદીએ દિલ્હીના લોકોને અભિનંદન આપ્યા અને તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું, “વિકાસ જીત્યો, સુશાસન જીત્યું.” ઉપરાંત, પીએમએ દિલ્હીમાં ચૂંટણી જીત બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો.
Delhi Assembly Election પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “જનશક્તિ સર્વોપરી છે! ભાજપને ઐતિહાસિક વિજય અપાવવા બદલ દિલ્હીના તમામ ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન! તમે આપેલા આશીર્વાદ અને સ્નેહ માટે હૃદયપૂર્વક આભાર. અમે દિલ્હીના સર્વાંગી વિકાસ અને અહીંના લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ. અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.”
जनशक्ति सर्वोपरि!
विकास जीता, सुशासन जीता।
दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।
दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम…
— Narendra Modi (@narendramodi) February 8, 2025
અત્યાર સુધીના ચૂંટણી વલણો અનુસાર, ભાજપ 47 બેઠકો પર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) 23 બેઠકો પર આગળ છે. આ સાથે, દિલ્હીમાં ભાજપની સત્તામાં વાપસીની શક્યતા વધુ મજબૂત બની રહી છે. ભાજપે છેલ્લે ૧૯૯૩માં દિલ્હીમાં ચૂંટણી જીતી હતી.
ભાજપના કાર્યકરોએ પાર્ટી ઓફિસની બહાર જીતની ઉજવણી કરી. કાર્યકરો ફટાકડા ફોડીને, નાચતા-ગાતા પાર્ટી કાર્યાલય તરફ ઉમટી પડ્યા.
૫ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં ૬૦.૫૪ ટકા મતદાન થયું હતું.