Delhi Election 2025 Voting: PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મતદાન માટે ખાસ અપીલ
Delhi Election 2025 Voting: આજે (5 ફેબ્રુઆરી) દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશની રાજધાનીમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. આ વખતે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ), કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંપૂર્ણ તાકાત લગાવવામાં આવી છે.
વોટિંગની આ પ્રક્રિયા દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લોકોને મતદાન માટે ખાસ અપીલ કરી છે.
પીએમ મોદીનો સંદેશ
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક સંદેશ પ્રકાશિત કર્યો છે, જેમાં તેમણે લખ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું. આ પ્રસંગે, પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ. યાદ રાખો – પહેલા મતદાન કરો, પછી નાસ્તો કરો!”
ગૃહમંત્રી અમિત શાહનો સંદેશ
ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી માટે મતદારોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, “હું દિલ્હીમાં મતદાન કરવા જઈ રહેલા મારા બહેનો અને ભાઈઓને અપીલ કરું છું કે તેઓ ખોટા વચનો, પ્રદૂષિત યમુના, દારૂની દુકાનો, તૂટેલા રસ્તાઓ અને ગંદા પાણી સામે મતદાન કરે. આજે, મોટી સંખ્યામાં મતદાન કરીને એવી સરકાર બનાવો જેનો જન કલ્યાણનો મજબૂત ટ્રેક રેકોર્ડ અને દિલ્હીના વિકાસ માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય. તમારો એક મત દિલ્હીને વિશ્વની સૌથી વિકસિત રાજધાની બનાવી શકે છે. પહેલા મતદાન કરો, પછી નાસ્તો લો.”
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીની અપીલ
ઉત્તરાખંડના મુખ્ય મંત્રીએ પણ મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કર્યું. તેમણે કહ્યું, તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પોતાના ઘરની બહાર આવે અને દિલ્હીમાં ભ્રષ્ટ વ્યવસ્થાનો અંત લાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે.”
સંદીપ દીક્ષિતની અપેક્ષા
આ દરમિયાન, નવી દિલ્હી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે કહ્યું, “દરેક ચૂંટણી મહત્વપૂર્ણ છે. હવે હું મતદાન કરવા જઈશ. મને આશા છે કે બધા બહાર આવીને મતદાન કરશે.”
આ વિધાનસભા ચૂંટણીમાં સૌ કોઈના માટે મતદાન કરવો અને તેમની પસંદગીના ઉમેદવારને ચૂંટવા માટે એક મજબૂત સંદેશ છે.