કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ખાસ વિમાનોની ઉત્તર કર્ણાટકમાં હૂબલી હવાઇમથકમાં મંગળવારે ચૂંટણી અધિકારીઓએ તપાસ કરી હતી.કર્ણાટકમાં 12મી મેના રોજ યોજાશે વિધાનસભાચૂંટણી. ચૂંટણી અંગે પ્રચાર કરવા આ બંને નેતાઓ કર્ણાટક આવ્યા હતા.તપાસ અભિયાનમાં જિલ્લા સ્તરના ત્રણ અધિકારીઓ સામેલ હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં મુક્ત અને નિરંકુશ ચૂંટણી નિશ્ચિત કરવાના મુદ્દે ચૂંટણી પ્રણાલીના આદેશ અનુસાર આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી પાર પડે એ હેતુસર અા તપાસ કરી હતી.