12 મેએ કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની 224 બેઠકો માટે ચૂંટણી પ્રચાર અભિયાન પર ઝુંબેશ ચાલે છે. આ જ ક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક પ્રવાસનો પ્રારંભ કર્યો છે.આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખે મોદી સરકારે અાકરા પ્રહારો કર્યા છે. તે ત્યાં જન અાશિર્વાદ યાત્રા પર છે. તેમણે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં યુવાનોમાં દેખાતા ગુસ્સાનું મુખ્ય કારણ બેરોજગારી છે. દેશના યુવાનોની ઉર્જાનો નાશ કરવામાં અાવી રહ્યો છે.
કોંગ્રેસ પ્રમુખે એક કાર્યક્રમમાં યુવાનોને કહ્યું કે જો તમે તમારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરશો તો તમે સમગ્ર વિશ્વને બદલી શકો છો.રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ દુનિયાના સૌથી જટિલ જીએસટીને ભારતમાં થોપી દીધો છે.હું જીએસટીને સરળ બનાવીશ અને તેને સંપૂર્ણપણે બદલાવીશ. મોદીજીના મેક ઇન ઇન્ડિયામાં સ્કિલની કોઈ વાત નથી.
નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભાના 224 બેઠકો પર 12 મી મે એક જ તબક્કાનું મતદાન થશે અને 15 મેના પરિણામ જાહેર થશે.ચૂંટણી કમિશન મુજબ 17 એપ્રિલે નામકરણ પત્ર ભરી શકાશે. હાલના સમયમાં અહીં કોંગ્રેસની સરકાર છે અને અહીં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે.