કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટી અને નોટબંધી મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ એક સંબોધનમાં કહ્યુ કે, દેશને નોટબંધી અને જીએસટીના કારણે દેશને મોટુ નુકસાન થયું છે. જીએસટી અને નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થા અને રોજગારી પર વ્યાપક અસર પડી છે.
રાહુલ ગાંધીએ આ ઉપરાંત પીએનબી કૌભાંડ મામલે સરકાર પર અાકરા પ્રહાર કર્યા.રાહુલ ગાંધીએ કહ્યુ કે, પીએનબી કૌભાંડનો આરોપી નિરવ મોદી કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો અને સરકાર હાથ પર હાથ રાખીને બેસી રહી.
રાહુલ ગાંધીએ આ પહેલા મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં દર્શન કર્યા હતાં. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે 224 વિધાનસબા બેઠક ધરાવતી કર્ણાટક વિધાનસભામાં ગમે ત્યારે ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે.