Lok Sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. યાદીમાં નવ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ચંદીગઢ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની આસનસોલની સાત લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ રદ કરવામાં આવી છે. અહીંથી પાર્ટીએ તેમના સ્થાને સંજય ટંડન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાને આસનસોલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પહેલા પાર્ટીએ ભોજપુરી અભિનેતા પવન સિંહને ટિકિટ આપી હતી. ટિકિટ મળ્યાના 24 કલાકમાં પવન સિંહ ચૂંટણી મેદાનમાંથી હટી ગયા હતા. અહલુવાલિયાનો મુકાબલો ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહા સાથે થશે.