Congress Candidate : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢ લોકસભા સીટથી, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય વારાણસીથી, ઈમરાન મસૂદ સહારનપુરથી, વીરેન્દ્ર રાવત હરિદ્વારથી અને દાનિશ અલી અમરોહાથી ચૂંટણી લડશે. કોંગ્રેસે રાજસ્થાનની નાગૌર બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) માટે છોડી દીધી છે.
યાદીમાં મધ્યપ્રદેશની 12, ઉત્તર પ્રદેશની નવ, તમિલનાડુની આઠ, મહારાષ્ટ્રની ચાર, રાજસ્થાનની ત્રણ, મણિપુર, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડની બે-બે બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, આસામ, છત્તીસગઢ, આંદામાન-નિકોબાર અને મિઝોરમની એક-એક લોકસભા સીટ માટે પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.