ELI Yojana 2025: ELI યોજના હેઠળ નવા નોકરીધારકોને મળશે રૂ.15,000

Arati Parmar
2 Min Read

ELI Yojana 2025: વડા પ્રધાન મોદીની નવી પ્રોત્સાહક યોજના

ELI Yojana 2025: કેન્દ્ર સરકારે “રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના” એટલે કે ELI યોજના 1 જુલાઈ 2025થી અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ દેશમાં પહેલીવાર નોકરીમાં જોડાતા યુવાનોને રૂ. 15,000ની નાણાકીય સહાય આપશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ રોજગારને પ્રોત્સાહન આપવું અને નવા યુવાનોને કામની શરૂઆતમાં સહારો આપવાનો છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ

દેશના યુવાનોને નોકરી માટે પ્રેરણા આપવી

નોકરીની શરૂઆતમાં નાણાકીય સહારો આપવો

કુશળ કાર્યબળ ઊભું કરવું

યોજનાની મુખ્ય વિશેષતાઓ

ફક્ત પહેલીવાર નોકરીમાં જોડાતા યુવાનોને લાભ

સહાયની રકમ રૂ. 15,000 – બે હપ્તામાં મળશે

કેન્દ્ર સરકાર કંપનીને પણ સહાય કરશે

EPFO (PF) એકાઉન્ટ જ હોવું જરૂરી

ELI Yojana 2025

નોકરી આપતી કંપનીને કેટલું મળશે?

યોજના હેઠળ, નોકરી આપતી કંપનીને પણ કેન્દ્ર સરકારથી દર માસે મદદરુપ રૂપિયા મળશે. સહાય વિવિધ પગાર દરથી મળી શકે છે:

પગાર દર (પ્રતિ મહિનો) સહાય રકમ (પ્રતિ કર્મચારી)
₹10,000 સુધી ₹1,000 સુધી
₹10,001 – ₹20,000 ₹2,000 સુધી
₹20,001 – ₹1,00,000 ₹3,000 સુધી

યોજનાની પાત્રતા શરતો

નોકરીમાં પહેલીવાર જોડાવું ફરજિયાત

પગાર દર મહિને 1 લાખથી ઓછો હોવો જોઈએ

કર્મચારી પાસે EPFO UAN નંબર હોવો જોઈએ

ઓછામાં ઓછા 6 મહિનાની સતત નોકરી કરવી

કંપની EPFOમાં નોંધાયેલ હોવી જોઈએ

કંપની માટેની શરતો

EPFO હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ

50થી ઓછા કર્મચારી હોય તો ઓછામાં ઓછા 2 નવા ભરતી કરવા

50થી વધુ કર્મચારી હોય તો 5 નવા ભરતી ફરજિયાત

ઓછામાં ઓછા 6 કર્મચારીઓનો પગાર EPFO પધ્ધતિ મુજબ કપાત થતી હોવી જોઈએ

ELI Yojana 2025

ELI યોજનાના પૈસા ક્યારે મળશે?

પહેલો હપ્તો: નોકરીમાં 6 મહિના પુરા કર્યા બાદ

બીજો હપ્તો: 12 મહિના પૂર્ણ કર્યા પછી તથા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ

પૈસાનું થતું ચૂકવણું EPF એકાઉન્ટ અને આધાર લિંક થયેલ બેંક ખાતા દ્વારા DBTથી થશે

જરૂરી દસ્તાવેજો

EPFOનું UAN નંબર

આધાર કાર્ડ

આધાર લિંક થયેલ બેંક એકાઉન્ટ

કંપનીથી મળેલું જોઇનિંગ લેટર

ખાતામાં પૈસા કેવી રીતે આવશે?

કોઈ અલગ અરજી કરવાની જરૂર નથી. EPFOમાં જોડાતાં જ તમારો ડેટા સરકાર પાસે રહેશે. તમારી નોકરી ચાલુ રહે અને PF કપાત ચાલુ હોય તો 6 અને 12 મહિનાની અવધિ બાદ તમારા ખાતામાં DBT મારફતે રકમ જમા થશે.

Share This Article