Emergency Helpline : હવે તમામ ઇમરજન્સી માટે એક જ નંબર

Arati Parmar
3 Min Read

Emergency Helpline : ‘112’ હેલ્પલાઇનનો રાજકોટમાં પ્રારંભ

Emergency Helpline : રાજકોટ શહેરમાં હવે પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સહાય કે સાયબર ગુનાઓ સામે સહાય એક જ નંબર 112 થી ઉપલબ્ધ બનશે. 100, 101, 108, 181 અને 1930 જેવા જુદા જુદા નંબરને હવે યાદ રાખવાની જરૂર નહીં રહે.

રાજકોટમાં ‘112 જનરક્ષક હેલ્પલાઇન’નું લોકાર્પણ

રાજકોટ શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇન કાર્યરત કરી દેવામાં આવી છે. શહેરની તમામ પીસીઆર વાન હવે “Dial 112” નામ સાથે ઓળખાશે. આ નવી વ્યવસ્થા સમગ્રતઃ ડિજિટલ સિસ્ટમ આધારિત છે અને સ્ટાફને બે તબક્કાની તાલીમ પણ આપવામાં આવી છે.

હવે એક જ નંબરથી તમામ સેવાની સહાયતા

112 હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે—નાગરિકોને કોઈ પણ ઇમરજન્સી સમયે એક જ નંબરથી પોલીસ, એમ્બ્યુલન્સ, અગ્નિશામક, મહિલા સહાય અને સાયબર હેલ્પલાઇન જેવી વિવિધ સેવાઓ સરળતાથી મળી રહે.

Emergency Helpline

પાયલોટ પ્રોજેક્ટ પછી રાજ્યમાં અમલ

આ પહેલની શરૂઆત વર્ષ 2019માં 7 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરાઈ હતી. તેમાં સફળતા મળતાં હવે સમગ્ર ગુજરાતમાં 112 હેલ્પલાઇન તબક્કાવાર અમલમાં મૂકાઈ રહી છે.

પીસીઆર વાનને અપગ્રેડ કરી જનરક્ષક ફોર્મેટ અપનાવાયું

રાજકોટ શહેરની તમામ 17 પીસીઆર વાન હવે 112 હેલ્પલાઇન માટે કાર્યરત રહેશે. દરેક વાનમાં GPS, ટેબ્લેટ, ફર્સ્ટ એઈડ કિટ, વાયરલેસ સેટ, આગ બુઝાવવાના સાધનો જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. આગામી સમયમાં વધુ 16 પીસીઆર વાન પણ જોડાશે.

મોબાઈલ કે લેન્ડલાઈનથી કરશો ફોન, સેવા રહેશે નિઃશુલ્ક

112 નંબર મોબાઈલ અને લેન્ડલાઈન બંને પરથી ડાયલ કરી શકાય છે અને આ સેવા સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. કોલ સીધો ગાંધીનગરના મુખ્ય કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થશે અને ત્યાંથી નજીકની પીસીઆર વાનને ટેકનિકલ સુવિધાથી જાણ કરવામાં આવશે.

Emergency Helpline

ડિજિટલ રિપોર્ટિંગ અને ફીડબેક સિસ્ટમ

કોલ રિસીવ થયા બાદ ઈમરજન્સી કામગીરી કેવી રીતે હાથ ધરાઈ તેની વિગતો પીસીઆર વાનના સ્ટાફ દ્વારા ડિજિટલી અપલોડ કરાશે. કામ પુર્ણ થયા બાદ 48 કલાકમાં Caller Feedback પણ લેવાશે, જેથી સેવા સુધારવા માટે ડેટા મેલી શકે.

સ્ટાફને SOP અનુસાર તાલીમ અપાઈ

ટેબ્લેટ અને જનરક્ષક એપ્લિકેશન સંચાલન માટે પીસીઆર વાનના સ્ટાફને SOP મુજબ તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત દરેક પોલીસ મથક દીઠ પણ સ્ટાફની નિમણૂંક કરાઈ રહી છે, જેથી હેલ્પલાઇનનો અમલ બિનરોકટોક ચાલે.

1.49 કરોડથી વધુ કોલ સફળતાપૂર્વક હેન્ડલ થયા

112 ઈઆરએસએસ હેલ્પલાઇન દ્વારા અત્યારસુધીમાં ગુજરાતમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક નિપટાવવામાં આવ્યા છે. જેમાંથી 69,000 થી વધુ કેસોમાં તાત્કાલિક રિસ્પોન્સ મળ્યો છે.

Share This Article