બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલિયા ફર્નિચરવાલા તેની અદભૂત ઇન્સ્ટાગ્રામ તસવીરોનાં કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા સ્ટાર આલિયા હવે પછી એક મોટી ફિલ્મમાં પણ જોવા મળવાની છે. એક રિપોર્ટ પ્રમાણે તે સૈફ અલી ખાનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે.
અલિયાએ ખુલ્લેઆમ બધા નેટીઝને સંબોધીને બ્લોગ લખ્યો હતો. જેમા તેણે ઘણા લોકોની ટીકા કરી હતી. તેણે લખ્યું, “જો મારું ક્લીવેજ દેખાતું હોય તો તેનો અર્થ એ નથી કે હું એના માટો કોઈ સંમતિ આપી રહી છું. આગળ કહ્યું કે, જો મારા કપડામાં સ્તન દેખાતા હોય તો એ જોઈને મને વ્યાખ્યાયિત કરવું એ અન્યાય છે. હું એક 18 પ્લસની ભારતીય છોકરી છું અને તે હકીકત પ્રમાણે મને જે રીતે ગમે તે રીતે કપડાં પહેરવાની છૂટ છે. આલિયાએ આગળ કહ્યું કે, જો હું બિકીની પહેરવાનું પસંદ કરું છું, તો તે મારી પસંદગી છે અને અત્યારે આ સમય છે કે આપણે આ બધી વાતોથી બહાર આવવું જોઈએ. વ્યક્તિઓ તેમના પોતાના અભિપ્રાયો આપશે પરંતુ એ ડર્યા વિના જ રહેવું જોઈએ કે સમાજ શું કહેશે.