અભિષેક બચ્ચે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અભિષેક બચ્ચને પોતાની આગામી ફિલ્મ પલટનનું પ્રથમ પોસ્ટર જાહેર કરીને આ અંગેની જાહેરાત કરી. ફિલ્મને જેપી દત્તા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા અભિષેક અને જેપી દત્તા રેફ્યુઝી, એલઓસી કારગીલ અને ઉમરાવજાન જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. પલટન ફિલ્મમાં અભિષેક ઉપરાંત અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મ પણ રેફ્યુઝી અને એલઓસી કારગીલની જેમ આર્મી પર આધારીત હશે. જોકે આ વખતે ફોકસ ચીન અને ભારતના સૈનિક ટકરાવ પર છે, જેનું શુટિંગ લેહ-લદ્દાખમાં કરવામાં આવશે.જેપી દત્તાએ હાલમાં જ બોર્ડરની રીલીઝના ૨૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી, પરંતુ પલટનની કાસ્ટિંગને લઈને કોઈ વાત નહતી કરી.કેટલાક સૂત્રોનું કહેવુ છે કે આ ફિલ્મમાં અભિષેક અને અર્જુન ઉપરાંત અનિલ કપુર, જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, આદિત્ય પંચોલી જેવા કલાકાર પણ નજરે પડશે.