સૈફ અલી ખાન અને અમૃતા સિંહે હંમેશા પોતાના ડિવોર્સના વિષયમાં કોઈ વાત કરી નથી. બંનેના ડિવોર્સ ૧૦ વર્ષ પહેલા થઈગયા હતા પરંતુ આ વિષયમાં બંનેએ હંમેશા ચુપ્પી સાધી અને એક-બીજાના વિષયમાં કંઈ ખોટું કહ્યું નથી. પરંતુ હાલમાં સૈફ અલી ખાનના વર્ષ ૨૦૦૫માં ટેલીગ્રાફને અપાયેલા ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યું છે જેમાં સૈફે પોતાના અંગત જીવન વિષે થોડા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આ ઇન્ટરવ્યુમાં સૈફે પોતાના અને અમૃતાના સંબંધો વિષે વાત કરતા કહ્યું હતું, “તમને બહુ ખરાબ લાગે છે જયારે તમને વારંવાર અહેસાસ કરાવવામાં આવે કે આપ બેકાર છો, દર વખતે તમારી મા અને બહેનને ગાળો આપવામાં આવે. હું લાંબા સમય સુધી આવ સમયગાળામાંથી પસાર થયો છું.” આ સિવાય સૈફે અમૃતાને ડિવોર્સ બાદ ખર્ચ માટે આપવામાં આવેલી રકમ વિષે પણ ચર્ચા કરી છે.
સૈફે કહ્યું, “મારે ડિવોર્સ બાદ અમૃતાને પાંચ કરોડ રૂપિયા આપવાના હતા જેમાંથી લગભગ ૨.૫ કરોડ રૂપિયા હું પહેલા જ આપી ચુક્યો છું. આ સિવાય જ્યાં સુધુ મારો દીકરો ૧૮ વર્ષનો ના થાય ત્યાં સુધી હું દર મહીને ૧ લાખ રૂપિયા પણ આપતો રહીશ. હું કોઈ શાહરૂખ ખાન નથી અને મારી પાસે એટલા પૈસા પણ નથી. મેં તેમને(અમૃતા)ને વાયદો પણ કર્યો છે કે હું આખી રાખમ ચૂકવી દઈશ અને આગળ પણ મારા અંતિમ શ્વાસ સુધી આપતો રહીશ.”
સૈફે પોતાના આ ઈન્ટરવ્યુંમાં એમ પણ કહ્યું કે તેમણે જાહેરાત, સ્ટેજ શો અને ફિલ્મોમાંથી જે પણ પૈસા કમાયા છે તે તેમને પોતાના બાળકો માટે આપી દે છે. તેમણે કહ્યું, “મારી પાસે કોઈ પૈસા નથી અને મારું ઘર પણ અમૃતા અને બાળકો માટે છે.” તેમણે પોતાની તે સમયની ગર્લફ્રેન્ડ રહેલી રોઝા વિષે વાત કરતા કહ્યું, “રોઝા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી નથી અને અમે બંને એક બે રૂમના ફ્લેટમાં રહીએ છીએ. રોઝા અમેરિકાની છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારની છે. તેમની સાથે રહેતા મને એવું લાગે છે કે હું બેકાર નથી.