બોલીવુડ સહીત હોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ માટે પ્રશંસા લુંટી ચુકેલા એક્ટર ઈમરાન ખાન, પાકિસ્તાનમાં જન્મેલા લેખક મોહસિન હામિદની નવલકથા ‘મોથ સ્મોક’ ઉપર આધારિત ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મ ઑસ્કાર વિજેતા ફિલ્મકાર આસિફ કાપડિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઈરફાન, કાપડિયા અને સ્વતંત્ર નિર્માતા દીના દત્તાની(બોમ્બે વેલ્વેટના કાર્યકારી નિર્માતા)એ આ નવલકથાના અધિકારો મેળવી લીધા છે. કાપડિયા ફિલ્મનું નિર્દેશન અને સહ-લેખન કરશે જયારે દત્તાની કાંસમાં ખરીદારો સાથે તેનો પરિચય કરાવશે.
કાપડિયા ‘ધ વોરિયર’માં પોતાના અભિનયની છાપ છોડી ચુકેલા ઈરફાન ‘મોથ સ્મોક’માં મુખ્ય ભૂમિકા નિભાવતા દેખાશે. આ પ્રસંગે ઈરફાને કહ્યું, “હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કે આસિફ સાથે ફરીથી કામ કરી શકું. ‘મોથ સ્મોક’ અમને બંનેને ઉત્સાહિત કરી રહી છે. ફિલ્મના અન્ય કલાકારો ઉપર આગામી મહિનામાં નિર્ણય લેવાશે.
આઈએએનએસ અનુસાર દત્તાનીએ કહ્યું, “ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોતા, એ સ્પષ્ટ નથી કે ફિલ્મનું શૂટિંગ ક્યાં થશે. સ્થાન ઉપર નિર્ણય લેવો એ અત્યારે ઉતાવળ થઇ જશે. અમે શૂટિંગ માટે ભારત અને પાકિસ્તાન, બંને જગ્યાઓ ઉપર વિચાર કરીશું.”
ઉલ્લેખનીય છે કે ઈરફાન ખાન આજકાલ પોતાની ફિલ્મ ‘હિન્દી મીડીયમ’ના પ્રચારમાં વ્યસ્ત છે. તેમની આ ફિલ્મ આ જ શુક્રવારે રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં ઈરફાનની સાથે પાકિસ્તાની એક્ટ્રેસ સબ કમર પણ નજરે પડશે. હાલમાં જ ઈરફાન ખાને મુંબઈમાં પોતાની ફિલ્મ ‘હિન્દી મીડીયમ’ની સ્પેશીયલ સ્ક્રીનીંગ હિન્દી મીડીયમના શિક્ષકો માટે રાખી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.