મુંબઈ : દિલબર અને સાકી સાકી જેવા ધમાકેદાર બોલિવૂડ સોન્ગમાં ડાન્સ કરનાર નોરા ફતેહીએ ટૂંકા ગાળામાં જ લાખો લોકોના દિલમાં રાજ કરી રહી છે. હવે નોરા ફતેહીના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે કેમ કે ફરી એક વાર સાકી સાકી ગર્લ મૂવી ‘મરજાવા’નું આઈટમ સોંગ ‘એક તો કમ જિંદગાની’ પર હોટ ડાન્સ કરતી જોવા મળશે.
તાજેતરમાં જ ફિલ્મ ‘મરજાવા’ના મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જે આ ગીત ‘એક તો કમ જિંદગાની’ ના ટીઝર વિશે માહિતી આપે છે. આ ટીઝરની સાથે સિદ્ધાર્થ લખે છે, ‘દરેક દિલ પર ફતેહ મેળવવા, આવી રહી છે નોરા ફતેહી ડાન્સ ફ્લોર પર આગ લગાડવા માટે, તૈયાર થઇ જાઓ.’
‘એક તો કમ જિંદગની’ ગીતના ટીઝરમાં, નોરા ફતેહી હંમેશની જેમ તેના બેસ્ટ ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. આ ગીતને લોકપ્રિય ગાયકો નેહા કક્કર અને યશ નાર્વેકર દ્વારા શ્રેષ્ઠ અવાજ આપવામાં આવ્યો છે. નોરા ફતેહી આ ગીતમાં સફેદ શોર્ટ ડ્રેસ સાથે ખુલ્લા વાળ રાખી જબરદસ્ત ડાન્સ કરી રહી છે. નોરાએ આ ગીતમાં હાઇ હીલ્સ પહેરીને ડાન્સ કર્યો છે.