
લાઇકા અરોરા (૪૩ વર્ષ) અને અરબાજ ખાન (૪૯ વર્ષ) વચ્ચે છૂટાછેડા થયા છે. મલાઇકાએ છૂટાછેડાને બદલે અરબાઝ ખાન પાસેથી એલુમની એમાઉન્ટ પેટે રૂા. ૧૦ કરોડ માંગ્યા છે. આ પહેલા પણ બોલીવુડ હસ્તીઓ છૂટાછેડાને બદલે સારી એવી રકમ આપી ચૂક્યા છે

રિતિક રોશન અને સુઝેન ખાન એવા અહેવાલ ોહતાં કે ૪૩ વર્ષીય રિતિકે તેની પત્ની સુઝેનને છૂટાછેડાને બદલે એલુમની પેટે લગભગ રૂા. ૩૮૦ કરોડ આપ્યા હતાં.જોકે ના તો રિતિકે અને ના તો સુઝેને બીજા લગ્ન કર્યા છે.

આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના પાયલ ખન્ના સાથે છૂટાછેડા લીધા બાદ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ એપ્રિલ ૨૦૧૪મા રાની મુકર્જી સાથે લગ્ન કરી લીધા. બન્નેને એક દીકરી છે. પાયલ ખન્ના ઇન્ટિરીયર ડિઝાઇનર છે. બન્નેના લગ્ન ૨૦૦૧મા થયા હતાં અને ૨૦૦૯મા આદિત્યએ પાયલને છૂટાછેડા આપ્યા બાદ એલુમની પેટે રૂા. ૫૦ કરોડ ચૂકવ્યા હતાં.

સંજય કપૂર અને કરિશ્મા કપૂર ૪૨વર્ષીય કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા થયા બાદ સોના મોબિલિટી સર્વિસેસના સીઇઓ સંજય કપૂરે મોડલ પ્રિયા સચદેવ સાથે ૧૪ એપ્રિલ, ૨૦૧૭ના રોજ લગ્ન કરી લીધા. બીજી તરફ એવા અહેવાલો વહેતા થયા છે કે મુંબઇ બેસ્ડ ફાર્મા કંપનીના સીઇઓ સંદીપ તોશનીવાલને કરિશ્મા ડેટ કરી રહી છે. સંજય અને કરિશ્માના લગ્ન ૨૦૦૩મા થયા હતાં અને બન્નેએ ૨૦૧૬મા છૂટાછેડા લીધા હતાં. સંજયે એલુમની પેટે કરિશ્માને રૂા. ૧૪ કરોડ આપ્યા હતાં.

સૈફ અલી ખાન અને અમૃતાસિંહ ૫૯ વર્ષીય અમૃતાસિંહે છૂટાછેડા લીધા બાદ ૪૬ વર્ષીય સૈફ અલી ખાને એલુમની પેટે અમૃતાને રૂા. પ કરોડ આપ્યા હતાં. બન્ને વચ્ચે ૧૯૯૧મા લગ્ન થયા હતાં અને તેઓ ૨૦૦૪મા છૂટા થયા હતાં. સૈફ અલીએ ત્યારબાદ ૩૬ વર્ષીય કરિના કપૂર સાથે ૨૦૧૨મા નિકાહ કર્યા હતાં.

સૈફ અલી ખાન અને અમૃતાસિંહ ૫૯ વર્ષીય અમૃતાસિંહે છૂટાછેડા લીધા બાદ ૪૬ વર્ષીય સૈફ અલી ખાને એલુમની પેટે અમૃતાને રૂા. પ કરોડ આપ્યા હતાં. બન્ને વચ્ચે ૧૯૯૧મા લગ્ન થયા હતાં અને તેઓ ૨૦૦૪મા છૂટા થયા હતાં. સૈફ અલીએ ત્યારબાદ ૩૬ વર્ષીય કરિના કપૂર સાથે ૨૦૧૨મા નિકાહ કર્યા હતાં.

સંજય દત્ત અને રિયા પિલ્લાઇ ૫૭ વર્ષીય સંજય દત્તે ૫૨ વર્ષીય રિયા પિલ્લાઇને છૂટાછેડા આપ્યા બાદ ૨૦૦૮મા ૩૭ વર્ષીય માન્યતા સાથે લગ્ન કર્યા હતાં. રિયા સંજયની બીજી પત્ની હતી અને માન્યતા ત્રીજી. સંજયે સૌથી પહેલા ૧૯૮૭મા અભિનેત્રી રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતાં પરંતુ બ્રેન ટ્યુમરને કારણે રિચાનું ૧૯૯૬મા મોત થયું હતું. સંજયથી અલગ થયા બાદ રિયાએ ૨૦૦૫મા ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કરી લીધા હતાં. સંજય અને રિયાના લગ્ન ૧૯૯૮મા થયા હતાં અને ૨૦૦૫મા બન્ને છૂટા થયા હતાં. સંજયે છૂટાછેડા બાદ રિયાને એલુમની પેટે રૂા. ૮ કરોડ અને કાર આપી હતી.