મુંબઇ: ગીતકાર જાવેદ અખ્તરે મંગળવારે સ્થાનિક કોર્ટમાં કંગના રનૌત સામે ગુનાહિત ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે અભિનેત્રીએ તેના ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં તેની સામે માનહાનિ અને પાયાવિહોણી ટિપ્પણીઓ કરી હતી.
આ વિશે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કર્યું છે. આ પછી કંગનાએ ટ્વીટ કરીને સંજય રાઉત અને જાવેદ અખ્તર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, “એક હતી સિંહણ… અને એક વરુનું ટોળું.”
एक थी शेरनी ….. और एक भेड़ियों का झुंड । https://t.co/uSGd4KBmwl
— Kangana Ranaut (@KanganaTeam) November 3, 2020
જાવેદ અખ્તરે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, અંધેરી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, અને ભારતીય દંડ સંહિતાની માનહાનિની કલમો હેઠળ કંગના સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
ગીતકારે ફરિયાદમાં કહ્યું છે કે રણૌતે તાજેતરમાં તેમની વિરુદ્ધ પાયાવિહોણી ટિપ્પણીઓ કરી હતી, જેનાથી તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સંબંધિત વિવાદમાં રણૌતે અખ્તરનું નામ ખેંચ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે કંગનાએ દાવો કર્યો હતો કે અખ્તરે ચેતવણી આપી હતી કે અભિનેતા રિતિક રોશન સાથેના તેના કથિત સંબંધો વિશે વાત ન કરે.