બોલિવૂડ અભિનેતા સની દેઓલ આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મો સિવાય સની દેઓલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યો હતો. એક જમાનો હતો કે ત્યારે ડિમ્પલ કાપડિયા અને સની દેઓલના લગ્નની ચર્ચા પણ ચારેકોર થવા લાગી હતી. બંન્ને એકબીજાને પ્રેમ કરતા હતા એવું પણ સામે આવ્યું હતુ. પરંતુ પોતે બેમાંથી કોઈએ જાહેરમાં ક્યારેય આ વાતને સ્વીકારી નહોતી.
બંન્ને લંડનના બસ સ્ટોપ પર એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાની પહેલી ફિલ્મ 1984માં મંજિલ-મંજિલ આવી હતી. આ જ ફિલ્મ દરમિયાન બંન્નેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. વાત તો ત્યા સુધી ઉડી હતી કે બંન્ને લગ્ન પણ કરવાનાં છે. બંન્નનો સંબંધ લગભગ 11 વર્ષ સુધી ચાલ્યો હતો.