પ્રિયંકા ચોપરા અને નિકના લગ્નને હજુ એક જ વર્ષ થયું છે. લગ્ન પછી પ્રિયંકા અને નિક લગાતાર કામ કરી રહ્યા છે અને એક બીજાને સમય આપી નથી રહ્યા. એવામાં સવાલ થાય કે બંન્ને કંઈ રીતે બધું મેનેજ કરતાં હશે. તો આ વાતનો ખુલાસો હાલમાં જ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. તે અત્યારથી જ તેના લગ્નને બચાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરી રહી છે.
પ્રિયંકાની સાથે સાથે તેનો પતિ નિક પણ કેટલાક નિયમોનું પાલન કરી રહ્યો છે. પ્રિયંકાએ વ્યસ્ત શેડ્યુલ અને લગ્નને લઈને કહ્યું કે, આ મુશ્કેલ કામ છે, પરંતુ હું ખુબ ખુશ છું કે મારા લગ્ન એક એવા વ્યક્તિ સાથે થયા કે જે મારી મહત્વકાંક્ષાઓને સમજે છે. કારણ કે અમારા બંને માટે હાલમાં પ્રોફેશનલ લાઈફ પણ એટલી જ જરૂરી છે. અમે બંને એવા બેકગ્રાઉન્ડમાંથી આવી છીએ કે અમારું કરિયર સીધું અમને નથી મળ્યું, પરંતુ અમારે બનાવવું પડ્યું છે.
આગળ વાત કરતાં દેશી ગર્લે જણાવ્યું કે, અમે જાણીએ છીએ કે અમે જે કંઈ પણ મેળવ્યું છે તેના માટે અમારે ઘણી મહેનત કરવી પડી છે. એટલા માટે અમે એકબીજાને પૂરેપૂરો સપોર્ટ આપીએ છીએ. પ્રિયંકા-નિક એકબીજાથી 2-3 અઠવાડિયાથી વધારે દૂર નથી રહેતાં હોતા. ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, દરેક સમયે વીડિયો કોલ કરતા રહે છે.
પ્રિયંકા ચોપડાએ આગળ કહ્યું કે, આજકાલ લગ્ન કરેલા લોકો સંબંધો પર દબાણ નાખતા રહે છે. ઘણા એવું વિચારે છે કે હું ખુબ કામ કરૂ છું તો એવું બધું મારાથી ન થાય. પરંતુ વાસ્વતમાં એવું કંઈ હોતું નથી. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકની મુલાકાત 2017માં મેટ ગાલા દરમિયાન થઈ હતી અને 1 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા.