હજુ હમણાંજ સિનેમાઘરોમાં તા.28 જુલાઈએ રિલીઝ થયેલી કરણ જોહર દ્વારા દિગ્દર્શિત રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના કિસ ને લઈ કેટલાક લોકો ટીકા કરી રહયા છે.
ફિલ્મ બોક્સ ઓફિસ પર હાલ સારું કલેક્શન કરી રહી છે.
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન મહત્વના રોલમાં જોવા મળ્યા છે.
ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીની લિપ-લૉક સિક્વન્સ છે. જેની ઘણા લોકો ટીકા કરી રહ્યા છે.
હવે આ સીન પર ધર્મેન્દ્રએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
હું માનું છું કે રોમાન્સની કોઈ ઉંમર હોતી નથી. ઉંમર માત્ર એક સંખ્યા છે અને ઉંમરને ધ્યાનમાં લીધા વિના બે લોકો ચુંબન કરીને એકબીજા માટે તેમનો પ્રેમ બતાવી રહયા છે, આ કરતી વખતે, શબાના અને મને બંનેને કોઈ અજુગતુ લાગ્યુ નથી.
મહત્વનું છે કે રોકી અને રાનીની લવસ્ટોરીમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની કેમેસ્ટ્રીની સાથે ધર્મેન્દ્ર અને શબાના આઝમીને પણ પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં ઘણા વર્ષો પછી, જ્યારે ધર્મેન્દ્ર શબાના આઝમીને મળે છે, ત્યારે તે તેના માટે ગીત અભી ના જાઓ બેચારે ગાય છે અને પછી તેને ચુંબન કરે છે.