બોલિવૂડ ની અભિનેત્રી અનુષ્કા શર્માએ ફિલ્મ ના પ્રચારમાટે એક અનોખો નુષ્કો શોધી કાઢ્યો છે. એ તેની આવનારી ફિલ્મ ‘ ફિલ્લોરી ‘ ના પ્રમોશન માટે એ વોહટસ એપ દ્વારા પોતાના ચાહકોનો સંપર્ક કરી રહી છે. ફિલ્મ ના પ્રચાર માટે એ દર અઠવાડિયે પોતાના ચાહકો જોડે સંપર્ક કરશે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો ની ચીફ માર્કેટિંગ ઓફિસર શિખા કપૂરે જણાવ્યું હતું કે અમે અમારા ફિલ્મના પ્રચાર માટે નવા નવા નુસ્ખા અપનાવી રહ્યા છે. કે જેનાથી વધુને વધુ લોકો આ ફિલ્મ જોડે જોડાઈ શકે.
આ ફિલ્મમાં અનુષ્કા એક ભૂતની ના રૂપ નજરે આવશે. ટ્રેલર ને જોઈને લાગી રહ્યું છે કે અનુષ્કા ની આત્મા પોતાના અધૂરા પ્રેમ ને પૂરો થવાની રાહ જોઈ રહી છે. પોતાના ચાહકો નો સંપર્ક કરવા માટે અનુષ્કા એ શશી ના નામથી એક મોબાઇલ નંબર રજીસ્ટર કરાયો છે. શશી ‘ ફિલ્લોરી ‘ ફિલ્મમાં અનુષ્કાના કિરદારનું નામ છે. અનુષ્કા વાહટસ એપ ના વિડિઓ કોલિંગ ના જરીયે પોતાના ચાહકો જોડે સંપર્ક કરશે.
અનુષ્કાનો વોહટસ એપ નંબર 9867473178 છે. અનુષ્કાના ચાહકોને આ નંબર પોતાના મોબાઈલમાં એડ કરવો પડશે, કે જેથી ચાહકો અનુષ્કા જોડે ડાયરેક્ટ જોડાવાનો મોકો મળશે. ફિલ્મના પ્રચારના સમયાંતરે આ નંબર લગાતાર ઉપયોગ માં લેવાશે. આને ફિલ્મના પ્રમોશન નો નવો નુષ્કો માનવામાં આવે છે.
આ ફિલ્મ 24 માર્ચના દિવસે રિલીઝ થશે.