ફિલ્મ અભિનેતા સૈફ અલીખાન ચોથી વખત પિતા બનતા કરીના કપૂરે કહ્યું બસ હવે 60 વર્ષની ઉંમરે પાંચમું બાળક નથી જોઈતું.
અભિનેતા સૈફ અલી ખાને પોતાની પહેલી પત્ની અમૃતા સિંહથી બે સંતાન પેદા કર્યા હતા જે સારા અલી ખાન અને ઈબ્રાહીમ ખાન યુવાન થઈ ગયા છે.
ત્યારબાદ કરીના કપૂર ખાન સાથે શાદી કર્યા બાદ ઉપરા ઉપરી બે સંતાનોની માતા બનાવી છે. ગત વર્ષે જ પુત્ર જેહને જન્મ આપ્યો હતો,જેહના જન્મ સાથે કરીના કપૂર બીજી વખત માતા બની તો તેનો પતિ સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યો છે.
અલી ખાન પોતાની ઉંમરના 20, 30, 40 અને 50મા દશકમાં પિતા બન્યો છે , હવે 60માં વર્ષમાં કરીના થી વધુ એક સંતાન પેદા કરવા મામલે કરીના કપૂરે કહ્યું છે કે તારે 60ના દશકમાં એમ કરવાનું નથી. મને લાગે છે કે સૈફ અલી ખાન જેવી વ્યાપક મગજવાળી વ્યક્તિ જ 4 બાળકોના પિતા હોય શકે છે જે ખૂબ અલગ સ્ટેજમાં છે.
20 વર્ષથી બાળક પેદા કરનાર સૈફ હવે 60મુ બેસતા કરીનાખાન ની કુખથી વધુ એક બાળક પેદા કરવા મામલે કરીના એ અગાઉથી જ આડકતરો ઇનકાર કર્યો હોવાના મીડિયા અહેવાલો એ રમૂજ ફેલાવી હતી.