મુંબઇઃ બિગ-બોસ-6ની સ્પર્ધક અને બોલીવુડ એક્ટ્રેસ સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહેવાનો મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી તેમના ચાહકો નિરાશ થયા છે. સનાએ આની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડવાનું કારણ ઇસ્લામ જણાવ્યું છે. હવે તે આંખોને આંજી દેનાર દુનિયાને છોડીને માનવતાની સેવા કરવા ઇચ્છે છે. હવે તે અલ્લાહના આદેશોનું પાલન કરશે.
સનાખાનની પહેલા ફિલ્મ દંગલની એક્ટ્ર્સ જાયરા વસીમ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી ચૂકી છે. સનાએ પણ તેના રસ્તે ચાલતા બોલીવુડમાંથી પાછા વળવાનો નિર્ણય કર્યો છે. સનાએ પોતાના ઇન્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પોતાના ફેન્સને તેની માહિતી આપી છે. તેણે રોમન, અંગ્રેજી અને અરબી એમ ત્રણ ભાષ।માં પોસ્ટ શેર કરી છે.
સનાએ ઇન્સ્ટ્રાગ્રામની પોસ્ટમાં લખ્યુ છે કે, ‘ભાઇયો અને બહેનો… આજે હુ મારી જિંદગીના એક મહત્વપૂર્ણ વળાંક અંગે વાત કરી રહી છુ. હું વર્ષોથી સેલેબ્રિટીની જિંદગી જીવી રહી છુ અને આ તબક્કામાં મને દરેક પ્રકારની પ્રસિદ્ધ, ઇજ્જિત અને દોલત મારા ચાહકો તરફથી મળી છે. જેની માટે હુ તેમની આભારી છુ’
https://www.instagram.com/p/CGFm-Q-AFEh/?igshid=6j076fvnmnmy
આગળ તેણે લખ્યુ કે, ‘હાલ છેલ્લા ઘણા દિવસે એ અહેસાસે મારી ઉપર કબજો જમાવી રાખ્યો છે કે માણસનો દુનિયામાં આવવાનો ઉદ્દેશ્ય શું માત્ર એટલો જ છે કે તે સંપત્તિ અને ઇજ્જિત કમાવે? શું તેની એ જવાબદારી નથી હોતી કે તે પોતાની જિંદગી એવા લોકોની સેવામાં વિતાવે જેઓ બેઘર અને અનાથ છે? શું માણસે એવું ન વિચારવું જોઇએ કે તેની મોત કોઇ પણ સમયે થઇ શકે છે? અને મૃત્યુ બાદ તેનું શું થશે? આ બંને સવાલોના જવાબ, હું ઘણા સમયથી શોધી રહી છુ. ખાસ કરીને આ બીજા પ્રશ્નનો જવાબ કે મૃત્યુ બાદ મારું શું થશે?
સનાએ લખ્યુ કે – આ પ્રશ્નનો જવાબ જ્યારે મે પોતાના ધર્મમાં શોધ્યો તો મને જાણવા મળ્યુ કે, દુનિયાની આ જિંદગી હકિકતમાં મૃત્યુ બાદની જિંદગીને સારી બનાવવા માટે છે. અને તે હાલની સ્થિતિ કરતા ઘણી સારી હશે. આથી હું આજે એવું એલાન કરુ છુ કે, આજથી હું પોતાની સેલેબ્રિટીની જિંદગી છોડીને માનવતાની સેવામાં અને મને જન્મ આપનારના આદેશ પર ચાલવવાનો મક્કમ ઇરાદો કરીશ. તમામ બહેનો અને ભાઇને નમ્ર અપિલ છે કે હવે તેઓ મને સેલેબ્રિટી શોના કોઇ પણ કામ માટે આમંત્રણ ન આપે. ખુબ-ખુબ ધન્યવાદ’
ઉલ્લખનિય છે કે, સના ખાને ફિલ્મ – યે હૈ હાઇ સોસાયટીથી વર્ષ 2005માં બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તેણે હિન્દી ઉપરાંત તેલગુ અને તમિલ ફિલ્માં પણ અભિનય કર્યો છે.