‘બાહુબલી’ સિરીઝની ફિલ્મોના નિર્માતા શોબુ યાર્લાગદ્દાએ સોમવારે આશા વ્યક્ત કરી કે નવા બજારોમાં પહોંચનારી ફિલ્મો ‘બાહુબલી-૨: ધ કનક્લુઝન’ અને ‘દંગલ’ની સફળતા ફિલ્મ ઉદ્યોગ માટે આગળ જતા ફાયદાકારક સાબિત થશે. શોબુએ ટ્વીટ કર્યું, “એક પછી એક બે ફિલ્મોએ દુનિયાભરમાં ૧,૫૦૦ કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો. નવા બજાર ખુલ્યા છે! આશા છે કે આ અમારી ઇન્ડસ્ટ્રી માટે શુભ સાબિત થશે.” ઉલ્લેખનીય છે, બંને ફિલ્મોએ ૧,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે અને હજુ પણ બોક્સ ઓફીસ ઉપર શાનદાર પ્રદર્શન કરી રહી છે.
જો કે, ‘દંગલ’ ગત વર્ષે ભારતમાં રીલીઝ થઇ હતી. આ મહિનાની શરૂઆતમાં આ ચીનમાં રીલીઝ થઇ છે અને ચીની બોક્સ ઓફીસ ઉપર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટ્રેડ એનાલીસ્ટ તરુણ આદર્શના અનુસાર ‘દંગલ’ ગત ૩ સપ્તાહથી ચીનમાં રેકોર્ડતોડ વેપાર કરી રહી છે. ફિલ્મે શરૂઆતના ૩ અઠવાડિયામાં ૭૨૬ કરોડ રૂપિયાનો બીઝનેસ કરી લીધો છે. આની સાથે જ આ ફિલ્મ ૧,૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ ગઈ છે.
બીજી તરફ ૨૮મી એપ્રિલે રીલીઝ થયેલી ‘બાહુબલી-૨’ બોક્સઓફીસ ઉપર રેકોર્ડતોડ કમાઈ કરી રહી છે. ફિલ્મનું કલેક્શન ૧,૫૦૦ કરોડ પાર થઇ ચુક્યું છે. પાઉલો કોએલોની નવલકથા ‘ધ આલ્કેમીસ્ટ’ની એક લાઈનનો ઉલ્લેખ કરતા શોબુએ કહ્યું, “તે તમામ જે એક વાત થાય છે, તે ફરી વાર ક્યારેય નથી થઇ શકતું, પરંતુ તે તમામ જે બે વાર થાય છે, તે ત્રીજી વાર જરૂર થશે.” શોબુ કદાચ ઈશારા ઈશારામાં રજનીકાંતની લાંબા સમયથી પ્રતીક્ષિત ફિલ્મ ‘૨.૦’ની વાત કરી રહ્યા છે, જે ૪૦૦ કરોડના રોકાણથી બનાવાઈ રહી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.