આગામી તા.9 જુનના રોજ ફિલ્મ આદિપુરુષ નું ટ્રેલર ભારત સહિત 18 દેશોમાં રિલીઝ થશે
ફિલ્મનું ટ્રેલર ભારત ઉપરાંત યુએસ, કેનેડા, મિડલ ઈસ્ટ, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ, સિંગાપોર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયા, હોંગકોંગ, ફિલિપાઈન્સ, મ્યાનમાર, શ્રીલંકા, જાપાન, આફ્રિકા, યુકે, રશિયા, ઇજિપ્ત અને અન્ય દેશોમાં રિલીઝ થવાનું છે.
ન્યૂયોર્કમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં 13 જૂને મધ્યરાત્રિએ આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર પણ થનાર છે.
આ ફિલ્મને ફિલ્મ ફેસ્ટિવલમાં મિડનાઈટ ઑફર તરીકે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે આ ફિલ્મ 16 જૂનના રોજ મોટા પડદા પર 3Dમાં રિલીઝ થશે.
આદિપુરુષ ફિલ્મની વાર્તા રામાયણ પર આધારિત છે. ઓમ રાઉત ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે કૃતિ સીતા માતાની ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવશે.
અગાઉ, ફિલ્મ નિર્માતાઓએ 2022માં ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. પરંતુ, દર્શકોને ટીઝર વધુ પસંદ આવ્યું નથી. ઘણા યુઝર્સની ફરિયાદ હતી કે, ફિલ્મમાં ખૂબ જ નબળા સ્તરની વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પછી, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરવા માટે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. આ ફિલ્મ જાન્યુઆરી- 2023માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ 16 જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ સેનન, પ્રભાસ, સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન, કાજોલ, સની સિંહ, કીર્તિ સુરેશ, સોનલ ચૌહાણ, વત્સલ સેઠ અને તૃપ્તિ તોરડમલ પણ જોવા મળશે.