નવી દિલ્હી : 1971માં થયેલા ભારત-પાકિસ્તાનની લડાઈ પર આધારિત સ્ટોરીને લઈને ‘ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન સેનાના જવાન વિજય કાર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, પરિણીતિ ચોપડા, રાણા દગ્ગુબતી અને એમી વર્ક જેવા એક્ટર મહત્વની ભૂમિકા ભજવશે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટર પર આપી છે.
#Update: Sanjay Dutt, Sonakshi Sinha, Rana Daggubati, Parineeti Chopra and Ammy Virk join Ajay Devgn starrer #BhujThePrideOfIndia… Ajay essays the role of Squadron Leader Vijay Karnik, in charge of Bhuj airport during the 1971 Indo-Pak war… Directed by Abhishek Dudhaiya.
— taran adarsh (@taran_adarsh) March 20, 2019
પરિણીતિ ચોપડાએ પોતાના ટ્વીટર પર ટ્વીટ કરી ફિલ્મમાં કોણ કઈ ભૂમિકા નિભાવશે તેની માહિતી શેર કરી છે. પરિણીતીએ તમામ સ્ટારની તસવીર સાથે તે કઈ ભૂમિકા ભજવશે તેની માહિતી આપી છે. ફિલ્મમાં પરિણીતિ ચોપડા હીના રહમાનની ભૂમિકા ભજવશે, સોનાક્ષી સિન્હા સામાજીક કાર્યકર્તા સુંદરબેન જેઠા મધારપાર્યા, સંજય દત્ત રણછોડભાઈ સવાભાઈ રાવરીની ભૂમિકામાં અને સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલના પાત્રમાં જોવા મળશે.
THE MOST SPECIAL TRUE STORY EVER! @itsBhushanKumar @TSeries @ajaydevgn @AmmyVirk @sonakshisinha @duttsanjay @RanaDaggubati pic.twitter.com/Eg7gR20DQv
— Parineeti Chopra (@ParineetiChopra) March 20, 2019
ઉલ્લેખનીય છે કે, 1971માં થયેલા ભારત-પાકિસ્તાનની લડાઈ દરમિયાન વિજય કાર્ણિક ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. તેમણે કેટલિક વિસ્તારોની મહિલાઓ સાથે મળીને ભુજમાં નષ્ટ થઈ ગયેલી એરટ્રિપ બનાવી હતી. એ સમયે પાકિસ્તાન સતત બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું, તેમ છતાં તેમણે ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખ્યું હતું. સ્થાનિક મહિલાઓએ તેમની સાથે મળીને ભુજ એરપોર્ટ પર નાશ થયેલા પ્લેનના લેન્ડિંગ રોડ (એરસ્ટ્રિપ)ને ફરીથી બનાવ્યો હતો. તેને ભારતનું પર્લ હોર્બર મોમેન્ટ પણ કહેવામાં આવે છે. મહત્વનું છે કે, અમેરિકા જાપાનની લડાઈમાં પર્લ હાર્બર પર જાપાનીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના પર ફિલ્મ બની છે, જેને વોર ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.