મુંબઇ: તેણે અનેક વિવાદ અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને તેની ખૂબ ટીકા થઈ હતી, છતાં સની લીઓની આખરે બોલિવૂડમાં એક્ટ્રેસનું ટાઇટલ મેળવીને જ રહી. ઘણા સમયથી બી કે સી ગ્રેડની ફિલ્મ્સ જ કરનારી સની લીઓનીને આખરે રઇસ જેવી એ ગ્રેડની અને મોસ્ટ અવેટેડ ફિલ્મનો એક સ્મોલ પાર્ટ બનવાની તક મળી કે જેમાં ઇન્ડસ્ટ્રીનો કિંગ ખાન શાહરુખ છે. અત્યારે આ ફિલ્મમાં તેના સોંગ લૈલા ઓ લૈલાથી તે બધાનું ધ્યાન ખેંચી રહી છે. તે પોતાના ઇન્ટરવ્યૂની શરૂઆત તો હિન્દીથી જ કરે છે. અમારી સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, શાહરુખની સાથે કામ કરીને તેનું સપ્નું સાકાર થયું છે અને ભવિષ્યમાં તેના પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાશે એવી તેને આશા છે. આ ઉપરાંત સની લિઓનીએ કહ્યું હતું કે મારો પતિ એકદમ હોટ જ છે જેથી મારે બીજા કોઇની જર નથી.
કિંગ ખાનની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે?
હું એટલું જ કહી શકું કે, હું ક્યાં હતી અને આજે ક્યાં પહોંચી ગઈ છું. મેં સપ્નામાં પણ નહોતું વિચાર્યું કે, તેમના જેવા સુપરસ્ટાર સાથે મને કામ કરવાની તક મળશે. મને લાગ્યું કે, મારી સાથે આમ થયું છે તો કોઈની પણ સાથે થઈ શકે છે. હું જાણું છું કે, આખી ફિલ્મમાં તેમની સાથે મારું કામ ત્રણ મિનિટનું પણ નથી, પરંતુ મારા માટે આ કોઈ સપ્નું સાકાર થવા જેવું છે.
સની, તમે આટલું સારું હિન્દી કેવી રીતે બોલી શકો છો? કેમ કે, બીજી ફોરેન એક્ટ્રેસીસને વર્ષો પછી પણ હિન્દીમાં બોલતા મુશ્કેલી થાય છે..
વાસ્તવમાં હું દિલથી હિન્દી બોલવા ઇચ્છું છું. આ મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું પંજાબી શીખી શકું એ માટે મારા પેરેન્ટ્સે ખૂબ કોશિશ કરી હતી. હું પંજાબી વાચી અને લખી શકું છું.
આજે મારા પેરેન્ટ્સ નથી અને મને લાગે છે કે, હિન્દુસ્તાની ભાષા મને આવડવી જોઈએ. અરે, હું કંઈ ઇંગ્લિશ ફિલ્મ્સમાં નહિ પણ હિન્દી ફિલ્મ્સમાં કામ કરી રહી છું. મને લાગે છે કે, જ્યારે ભાષાની મુશ્કેલી ન હોય ત્યારે તમારા માટે આજુબાજુની બધી વસ્તુઓ સમજવી સરળ થઈ જાય છે.મેં આમિર (ખાન)ને ફોન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, હું હિન્દી શીખવા માગું છું.
રઇસના લૈલા ઓ લૈલા જેવા હોટ સોંગમાં શાહરુખ ખાનના ચહેરા પરના ભાવ ઘણા ન્યૂટ્રલ લાગે છે, સોંગના શૂટિંગ દરમિયાન તેમની પાસેથી શું કોમ્પ્લિમેન્ટ મળ્યું હતું?
શાહરુખની સાથે કામ કરવા મળ્યું એ જ મારા માટે મોટી અચિવમેન્ટ છે. તેઓ દિલથી ઘણા સારા છે અને એકદમ પ્રોફેશનલ પણ છે. પહેલાં દિવસે હું ખૂબ નર્વસ હતી. શાહરુખ, એક્સેલ પ્રોડક્શન અને ઝીનત અમાનની મારા પ્રત્યે અપેક્ષાઓ મુજબ પરફોર્મ કરવાનું પ્રેશર તો હતું જ, પરંતુ આ સોંગને લઈને મારા મનમાં કોઈ સંકોચ નહોતો. મેં ઓરિજિનલ સોંગ જોયું હતું, પરંતુ મારું આ સોંગ એનાથી અલગ છે. મારું સોંગ રીમેક નહિ પણ ટ્રિબ્યૂટ છે.