મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનો એક વીડિયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રવિના મોં પર માસ્ક પહેરેલી અને ટ્રેન સાફ કરતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો વીડિયો જોઇ ચૂક્યા છે. રવિના ટંડન દ્વારા આવું કરવાનું કારણ દેશમાં ફેલાયેલો કોરોના વાયરસ છે. લોકો આખા વિશ્વમાં કોરોના વાયરસથી બિમાર થઈ રહ્યા છે અને હવે આ વાયરસ ભારતમાં તેના મૂળોને મજબુત બનાવી રહ્યો છે.
રવિનાએ ટ્રેનમાં સફાઇ કરી
આવી સ્થિતિમાં, લોકોને ઘરમાંથી બહાર આવવું પ્રતિબંધિત છે અને દરેકને તેમની આસપાસ સ્વચ્છતા રાખવાની સલાહ આપવામાં આવી છે. રવિના ટંડન ટ્રેનમાં મુસાફરી કરવા સ્ટેશને પહોંચી હતી. ત્યાં જઇને, તેણે સૌ પ્રથમ સેનિટાઈઝરથી પોતાની બેઠક સાફ કરી. રવિનાએ એક વીડિયો બનાવ્યો અને તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો.
અભિનેત્રીએ વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘ટ્રેન ચાલે તે પહેલાં, હું ભીના વાઇપ્સ અને સેનિટાઈઝરથી કેબીનના જીવાણુ નાશ કરું છું, જેથી આપણે આરામદાયક રહી શકીએ. પસ્તાવો થાય એના કરતા સુરક્ષિત રહેવું સારું. ખૂબ જ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરો અને કૃપા કરીને તમારી જાતની અને તમારી આસપાસના લોકોની સંભાળ અને સલામતી ટોચ પર રાખો. ‘