બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ગોવામાં છે. તાજેતરમાં મુંબઈ એરપોર્ટની તસવીરો સામે આવી હતી. રણવીર-આલિયા પોતાની મનપસંદ ટીમ મુંબઈ સિટી એફસીને ટેકો આપવા માટે ઇન્ડિયન સુપર લીગ 2020-2021માં પહોંચી ગયા છે. ફૂટબોલ મેચના મેદાનની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં આલિયા અને રણવીર મુંબઈ સીટી એફસીની ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. રણવીરે વાદળી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું, ત્યારે આલિયાએ પીળું ટી-શર્ટ પહેર્યું હતું. આ દરમિયાન બંનેના ચહેરા પર માસ્ક છે અને બંને ક્રાઉડ એરિયામાં ઊભા છે, જોકે બંનેની આસપાસ બીજું કોઈ દેખાતું નથી.
તાજેતરમાં આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી પણ શેર કરી હતી, જેમાં તે પીળી મુંબઈ સીટી એફસી ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી. મુંબઈ સિટી એફસીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર આલિયા અને રણવીરની તસવીરો પણ શેર કરવામાં આવી છે, જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, “મુંબઈથી સમગ્ર મુંબઈ થી સીધા મુસાફરી કરી રહેલા ટાપુવાસીઓ માટે ખાસ લોકોની હાજરી”.