ઘણી વખત તમે જોયુ હશે કે અનેક કારણોસર આપણાને રૂંવાડા ઉભા થઇ જાય છે. જેમા કેટલીક વખત ભયાનક વીડિયો જોતા કે વધારે પવનના કારણે પણ રૂંવાડા ઉભા થઇ જાય છે. જેની પાછળ મુખ્ય કારણ શરીર વિજ્ઞાન અને તેનાથી જોડાયેલી ભાવનાઓ છે. રૂંવાડા ઉભા થવાને અંગ્રેજીમાં goosebumps કહે છે. જે ખૂબ સામાન્ય ઘટના છે જેને આપણા પૂર્વજોથી વારસામાં હાંસલ કરી છે. જોકે, આ અદ્બૂત શારીરિક ઘટના આપણા કરતા આપણા પૂર્વજો માટે ફાયદાકારક હતી. કોઇ કારણોસર આપણા શરીર પર રહેલી રૂંવાટીના વાળ ઉભા થઇ જાય છે જો આ ઘટનાને ગુજબમ્પ્સ કે રૂંવાડા ઉભા થયા કહેવાય છે.
કેમ ઉભા થાય છે રૂંવાડા
શરીર પર રહેલા દરેક વાળથી જોડાયેલી નાની-નાની માંસપેશીઓ સંકોચાવાથી રૂંવાડા ઉભા થાય છે. સંકોચાતી દરેક માંસપેશીઓ ત્વચાની પરત પર એક પ્રકારનો નાનો ખાડો બનાવે છે. જેનાથી આસપાસનો ભાગ ઉપસી આવે છે. જ્યારે વ્યક્તિને ઠંડી લાગે છે ત્યારે પણ આવો જ અનુભવ થાય છે. આ પ્રકારની ઘટના પશુઓમાં પણ થાય છે. રૂંવાડા ઉભા થવા પર વાળ ફેલાઇને ઉભા થઇ જાય છે. વાળનું લેયર જેટલું ભરાવદાર હશે. એટલી વધારે ગરમીને રોકી શકશે.
રૂંવાડા ઉભા થવાનું વૈજ્ઞાનિક કારણ
સ્ટ્રેસ હોર્મોન જેને એડ્રેનલિન કહેવાય છે કે એવચેતન અવસ્થામાં રિલીઝ થવા પર જ રૂંવાડા ઉભા થાય છે. આ હોર્મોનના રિલીઝ થવા પર ન માત્ર ત્વચાની માંસપેશીઓ સંકોચાઇ જાય છે પરંતુ શરીરના અન્ય ફંક્શન્સ પર પણ તેની અસર પડે છે. પશુમાં આ સ્ટ્રેસ, હોર્મોન તે સમયે રિલીઝ થાય છે. જ્યારે તેમણે ઠંડી લાગે છે કે પછી તે કોઇ સ્ટ્રેસ કે તણાવથી ભરેલી પરિસ્થિતિમાં હોય છે.
રૂંવાડા ઉભા થવાની સાથે બીપી પણ વધી શકે છે
માણસોમાં એડ્રેનલિન હોર્મોન ઠંડી લાગવા પર, બીક લાગવા પર, ઇમોશનલ થવા પર, તણાવની સ્થિતિમાં આવવા પર ક્યારેય પણ રિલીઝ થઇ જાય છે. વ્યક્તિમાં એડ્રેનલિન રિલીઝ થવા પર આંસૂ નીકળવા લાગે છે. હથેળીમાંથી પરસેવો થવા લાગે છે. હાર્ટબીટ તેજ થઇ જાય છે. હાથ ધ્રુજવા લાગે છે બ્લડ પ્રેશર વધી જાય છે અને પેટમાં કંઇક અજીબ થવા લાગે છે. કોઇ પ્રકારની ઇમોશનલ સિચુએશનમાં જ નહીં પરંતુ ભૂત વાળ ડરાવની ફિલ્મ કે વીડિયો જોતા દરમિયાન પણ રૂંવાડા ઉભા થઇ જાય છે કે પછી ઘણી વખત અતીતમાં થયેલી કોઇ જુની ઘટનાને યાદ કરીને પણ રૂંવાડા ઉભા થઇ જાય છે.