મુંબઈ : કોરોનાને કારણે, આખા દેશમાં 21 દિવસનો લોકડાઉન છે. આવી સ્થિતિમાં લોકો માટે સમય વિતાવવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. પરંતુ આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. મોટી જાહેરાત કરતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, રામાનંદ સાગરની રામાયણ ફરી એકવાર દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે.
जनता की मांग पर कल शनिवार 28 मार्च से 'रामायण' का प्रसारण पुनः दूरदर्शन के नेशनल चैनल पर शुरू होगा। पहला एपिसोड सुबह 9.00 बजे और दूसरा एपिसोड रात 9.00 बजे होगा । @narendramodi
@PIBIndia@DDNational— Prakash Javadekar (@PrakashJavdekar) March 27, 2020
રામાનંદ સાગરની રામાયણ ફરી જોવા મળશે
પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને લોકોને આ સારા સમાચાર આપ્યા છે. તેમણે ટ્વીટ કર્યું- શનિવારે, 28 માર્ચના રોજ, લોકોની માંગ પર રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પર ફરીથી ‘રામાયણ’ નું ટેલિકાસ્ટ શરૂ થશે. પ્રથમ એપિસોડ સવારે 9.00 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9.00 વાગ્યે હશે.
તમને જણાવી દઈએ કે આ અટકળો ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી કે રામાયણ અને મહાભારત દૂરદર્શન પર ટેલિકાસ્ટ થશે.