મુંબઈ. ફિલ્મ જગત માં આજકાલ અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘XXX અનસેન્સર્ડ 2’માં આપત્તિજનક સીન્સ બતાવવા મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદને અંગે એકતા કપૂરે ‘ધ બિગ ડિબેટ વિથ શોભા ડે’ની સાથે એક વેબિનારમાં આ અંગે ચર્ચા કરી હતી. એકતાની સાથે ગુલ પનાગ, નંદિતા દાસ, માલિની અગ્રવાલ તથા ગુરદીપ પુંજ વગેરે પણ સામેલ હતાં. એકતાએ કહ્યું કે ‘આ સીરિઝમાં સેક્સ્યૂઅલ કન્ટેન્ટ છે. મારાથી પણ ભૂલ થઈ કે મેં જાતે એપિસોડ જોયો નહીં. અહીંયા એક આર્મી ઓફિસરની પત્ની છે, આ પાત્ર ફિક્શનલ છે. તેના સંબંધો અન્ય કોઈ સાથે છે. જ્યારે તેનો પતિ બહાર જાય છે ત્યારે તે પોતાના બોયફ્રેન્ડને બોલાવે છે અને જે પણ થાય છે, જો તે એપિસોડ મેં જોયો હોત તો હું તે સીન કટ કરી જ દેત. અમને ખબર પડી કે આ સીનને લઈ બહુ જ વિવાદ થયો છે અને અમારી વિરૂદ્ધ FIR કરવામાં આવી છે. અમે તે કન્ટેન્ટ હટાવી દીધું. હું આર્મી ઓફિસરની પત્નીઓની માફી માગું છું પરંતુ આ વિવાદમાં મને સૌથી વધારે ગુસ્સો સાઈબર બુલિંગને કારણે આવ્યો છે.’એકતાએ આગળ કહ્યું હતું, ‘તે જે વ્યક્તિ છે, જે વિચારે છે કે તે સૌથી મોટો દેશભક્ત છે, તે બહાર આવ્યા અને તેમણે મારી માતાને ગાળો આપી, મને ગાળો આપી. હવે તે વ્યક્તિએ સોશિયલ મીડિયામાં મને દુષ્કર્મની ધમકી પણ આપી. હવે અહીંયા આર્મીની વાત નથી થતી અને ના તો સેક્સ્યૂઅલ કન્ટેન્ટની વાત થાય છે. અહીંયા વાત મારી થઈ રહી છે. એક યુવતીની, તેના દીકરાની અને તેની માતાના દુષ્કર્મની વાત થાય છે, કેમ? કારણ કે અમે સેક્સ્યૂઅલ કન્ટેન્ટ બનાવ્યું છે,જોકે તે માટે ધ્યાન રાખવું જરૂરી હતું
Saturday, May 18