કમલ હાસનની નાની દીકરી અક્ષરા હાસને ધર્મપરિવર્તન કરી લીધું હોવાની વાતો ચાલી રહી છે, જે વિશે તેના પપ્પાને પણ કોઈ માહિતી નથી. આવી વાતો ચાલતાં અક્ષરાને ટ્વીટ કરતાં કમલ હાસને પૂછ્યું હતું કે ‘હેલો અક્ષુ. શું તેં તારું ધર્મપરિવર્તન કરી લીધું છે? જો તેં એવું કર્યું પણ હોય તો પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. પ્રેમમાં કોઈ શરત નથી હોતી. જીવનની મજા કર. તારા બાપુ તરફથી તને ઘણોબધો પ્રેમ.’
કમલ હાસનના ટ્વીટનો જવાબ આપતાં અક્ષરાએ ટ્વીટ કર્યું હતું કે ‘હેલો બાપુજી. ના, હું હજી પણ નાસ્તિક છું. જોકે હું આજકાલ બૌદ્ધ ધર્મ અનુસાર જીવવાનો પ્રયત્ન કરી રહી છું. જોકે હું મારી શરતો પર જીવન જીવવામાં વિશ્વાસ કરું છું.’