ચંદીગઢઃ ફેમસ હરિયાણવી સિંગ અને ડાન્સર સપના ચૌધરી એ લગભગ બે મહિના પ્રથમ દિકરાને જન્મ આપ્યો હતો. સપના ચૌધરી એ આજે પહેલીવાર પોતાના દિકરા સાથેની પોતાની પહેલી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. સપનાના સોશિયલ મીડિયામાં ઘણા ફેન ફોલોઇંગ છે અને ફેન્સ તરફથી સપના અને તેના દિકરાના આ તસ્વીરને લાઇક કરવાની સાથે ઘણી પ્રેમ આપ્યો છે. ફેન્સ સપનાની આ તસ્વીર અંગે બહુ સારા કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
સપના ચૌધરીએ બિલકુલ અલગ અંદાજમાં શાયરાના અંદાજમાં દિકરા સાથેની પોતાની તસ્વીર શેર કરી છે. તેણે તસ્વીર શેરકરતા લખ્યુ – હજારો વર્ષ નર્ગિસ અપની બેનૂરી પે રોતી હૈ. બડી મુશ્કેલી સે હોતા હૈ ચમનમાં દીદાવર પૈદા…
તસ્વીરમાં સપના પોતાના દિકરાને બહુ વ્હાલથી ખોળામાં લઇને ઉભેલી દેખાઇ રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનિય છે કે, સપના ચૌધરીએ ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ હરિયાણવી સિંગર, રાઇટર અને મોડલ વીર સાહુ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. સપના અને વીરના લગ્ન અંગે તેમના ફેન્સને ઘણા સમય બાદ જાણ થઇ હતી. નોંધનિય છે કે, હરિયાણા અને પશ્ચિમ યુપીમાંસપના પહેલાથી જ ઘણી પોપ્યુલર હતી પરંતુ ટીવી રિયાલિટી શો બિગ-બોસમાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ઘણા ફેન્સ બની ગયા છે.