કર્ણાટક : અભિનેત્રી સમીરા રેડ્ડી આજકાલ મધરહૂડ એન્જોય કરી રહી છે. તે તેની 2 મહિનાની પુત્રી નાયરા સાથે સમય વિતાવી રહી છે. હવે અભિનેત્રી તેની પુત્રી સાથે મળીને કર્ણાટકના સૌથી ઊંચા શિખર મુલ્લાયનાગિરી (Mullayanagiri) પર ચઢી હતી. અભિનેત્રીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ માહિતી આપી છે.
વીડિયો શેર કરતી વખતે, સમીરાએ કહ્યું- “નાયરા સાથે મુલ્લાયનગિરિ શિખર પર ચઢવાનોનો પ્રયાસ કર્યો. હું વચ્ચે જ રોકાઈ ગઈ કારણ કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 63૦૦ ફુટ ઉંચી, આ કર્ણાટકનો સૌથી ઊંચો શિખર છે.
“ઘણી નવી માતાના સંદેશા મળી રહ્યાં છે કે તેણીને મુસાફરી કરવાની પ્રેરણા મળી છે.” હું રોમાંચિત છું મારી મુસાફરીની વાર્તાઓને આ પ્રકારનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકના જન્મ પછી કંટાળો અનુભવવાનું સહેલું છે, પરંતુ મેં નક્કી કર્યું છે કે હું મારી જાતને થાક નહીં અનુભવવા દઈશ. હું મારી બાળકીની સંપૂર્ણ સંભાળ લઈ રહી છું. જ્યારે પણ મારી બાળકી ભૂખી થઇ ત્યારે મેં તેને ખોરાક ખવડાવ્યો.”
સમીરાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.