મુંબઇઃ સેલિબ્રિટિઝની પ્રેગ્નેન્સી આજકાલ ઘણી ચર્ચામાં રહે છે. વર્ષે પહેલાં કોઈ સેલિબ્રિટીએ નહી વિચાર્યું હોય કે તેને પોતાના બાળકોની જાણકારી જાહેર કરવી જોઈએ. આજે સેલિબ્રિટીની પ્રેગ્નેન્સી એક મોટો બિઝનેસ છે. કરોડો રૂપિયાનો વેપાર થાય છે. બ્રાંડિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન થાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી એવી કંપનીઓ છે જે સેલિબ્રિટિઝને પ્રેગ્નેન્સી દરમિયાન તેમના પ્રોડક્ટની બ્રાંડિંગ અને પ્રમોશન માટે સંપર્ક કરે છે. તેમનું સોશિયલ મીડિયા હેંડલ કરવા માટે અલગથી કંપની જોડાય છે. પ્રેગ્નેન્સીનું એલાન કરવા માટે પણ સ્પોન્સરશિપ મળે છે. મેડિકલ પ્રોડક્ટ્સ બનાવનારી એક કંપની વર્ષ 2013થી અત્યાર સુધી 70થી વધારે સેલિબ્રિટિઝ અને સોશિયલ મીડિયા એન્ફ્લૂએંસર્સ સાથે એંડોર્સમેન્ટ કરી ચુકી છે.
શું તમને ખબર છે કે આ પ્રકારનો વેપાર છેલ્લા કેટલાંક વર્ષોમાં ક્યારે ઝડપથી ફેલાયો? મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્ટાર્સની પ્રેગ્નેન્સી માટે કંપનીઓ ગર્ભધારણથી લઈને ડિલિવરી સુધીની તમામ પ્રોડક્ટની બ્રાંડિંગ કરાવે છે. એ માટે સેલેબ્રિટિઝને સારું એવું વળતર મળે છે. કેટલીક સેલિહબ્રિટિઝ તો 7 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.