જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમને સી ફૂડ ખાવનો શોખ ભારે પડ્યો હતો. મંગળવારે સી ફૂડ ખાધા પછી એલર્જીને કારણે એની તબિયત બગડતાં એને તત્કાળ વિલે પારલેની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો અને આઇસીયુમાં એને ઓક્સિજન ચડાવવો પડ્યો હતો.
ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસવીર શેર કરતાં સોનૂએ લખ્યું કે, હવે હું સ્વસ્થ છું. આપ સૌના પ્રેમ માટે આભાર. તેનાથી આપણને એક શીખ મળે છે કે ક્યારેય કોઇ એલર્જીની ઉપેક્ષા ન કરવી જોઇએ. મારા કેસમાં મને સી ફૂડથી એલર્જી થઇ છે. જો હું યોગ્ય સમેયે હોસ્પિટલ ન પહોંચ્યો હોત તો વાત વણસી ગઇ હોત. મારી શ્વાસનળીમાં સોજો ઓવી ગયો હોત અને મને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ હોત.
ખુદ સોનુએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતે ઓક્સિજન માસ્ક પહેર્યો છે એવો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો અને લખ્યું હતું કે ગઇ કાલે રાત્રે ઓરિસામાં એક કોન્સર્ટ માટે ગયો હતો. ત્યાંથી પાછાં ફરતાં મારી તબિયત બગડી હતી અને મને તત્કાળ હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. તમારા સૌની શુભેચ્છા અને પ્રેમના કારણે હવે મારી તબિયત સુધારા પર છે.