મુંબઈ : ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે. હિનાએ આ દરમિયાનની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર બહાર આવી રહ્યો છે. હિના બિકીની સ્વિમસ્યુટમાં મોહક લાગી રહી હતી. સોશિયલ મીડિયા પરની તસવીરો જોઈને ચાહકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી.
વેકેશન પર બોયફ્રેન્ડ પણ છે સાથે :
આ દરમિયાન હિના તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન પર ગઈ છે. બંને આ રજા પર ક્વોલિટી ટાઈમ વિતાવવાની કોઈ તક છોડતા નથી. ક્યારેક દરિયા કાંઠે તો ક્યારેક પૂલમાં બંને ફ્લોટિંગ નાસ્તાની મજા પણ માણી રહ્યા છે. હિના અને રોકી ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. બંને એકબીજાને લઇને એકદમ સકારાત્મક છે. ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2009) ના સેટ પર બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. શોમાં હિનાએ લીડ એક્ટ્રેસનો રોલ કર્યો હતો, જ્યારે રોકી શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા.