બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ટયુબલાઈટનું ટ્રેલર આજકાલ ચર્ચાનો વિષય બન્યુ છે. તેમાં સલમાન ખાને ભજવેલી ભૂમિકાને બજરંગી ભાઈજાન સાથેની ભૂમિકા સાથે લોકો સરખાવી રહ્યા છે. આ બન્ને ફિલ્મનું ડાયરેક્શન પણ કબીર ખાને જ કર્યુ છે. ત્યારે સલમાનને આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે સલમાને મજાકિયા અંદાજમાં જણાવ્યુ કે, હું ભોળો દેખાવાનુ નાટક કરુ છું.
સલમાને જણાવ્યુ હતું કે આ ફિલ્મ મારા અને સોહેલ માટે ખૂબ જ મહત્વની છે. કારણકે તે બે ભાઈઓની વાર્તા છે. સલમાન ખાને ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યુ હતું કે, ફિલ્મ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. જોકે તેમણે આ ફિલ્મને લઈને કોઈ વિવાદ ઉભો થવાની શક્યતાને નકારી દીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ફિલ્મ બજરંગી ભાઈજાન ભારત-પાકિસ્તાનના સંબંધો પર આધારીત હતી. તેમ છતાં તેને લઈને કોઈ વિવાદ પેદા થયો નહતો.
ત્યારે આ ફિલ્મને લઈને પણ કોઈ વિવાદ થવાનો નથી. દરેક ફિલ્મની વાર્તાની કેટલીક ડિમાન્ડ હોય છે જે મુજબ ફિલ્મ બનાવવામાં આવતી હોય છે. ત્યારે આ ફિલ્મ જોયા બાદ પણ તમને અંદાજ આવી જશે કે અમે કેમ આ ફિલ્મને ૧૯૬૨ની ભારત-ચીન લડાઈ પર આધારીત રાખી છે.