૨૦૦૯માં બોલીવુડ અભિનેતા આમીરખાનની ફિલ્મ ‘૩ ઇડીયટ્સ’એ પોતાની રીલીઝ સાથે જ ધુંઆધાર કમાણી કરી અને સફળતાની એક નવી વાર્તા લખી. ફિલ્મે કેટલાય જુના રેકોર્ડ્સ તોડીને નવા રેકોર્ડ બનાવ્યા. નિર્દેશક રાજકુમાર હીરાનીની આ ફિલ્મે રસપ્રદ રીતે ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉપર કટાક્ષ કરતા પોતાની વાત કહી. ફિલ્મની વાર્તા એટલી રોચક હતી કે દર્શકોએ પોતાને એ વાર્તા સાથે જોડીને ફિલ્મ જોઈ.
વર્ષો પછી હવે ‘થ્રી ઇડીયટ્સ’ની રીમેક બનીને તૈયાર છે, પરંતુ આ રીમેક હિન્દી ભાષામાં નહી પરંતુ મેક્સીકાનમાં બનાવવામાં આવી છે. આ રિમેકને મેક્સિકન નિર્દેશક કાર્લોસ બોલાડૉએ બનાવી છે. ફિલ્માં અલ્ફન્ઝો દોસાલ,શ્ચિયન વાજ્ક્વેજ અને જર્મન વાલ્દેજ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડી રહ્યા છે. ફિલ્મમાં કરીના કપૂર વાળું ચરિત્ર એક્ટ્રેસ માર્થા હાઈગારેડાએ નિભાવી છે. મેક્સિકનમાં ફિલ્મનું નામ ‘3 idiotas’ છે.
મેક્સીકાનમાં બનેલી આ ફિલ્મની ઝલકમાં તે તમામ છે જે હિન્દી ભાષામાં હતું. રેન્ચોનું વાયરસને એ સમજાવવું કે તે કેવી રીતે ભણાવે છે, વાયરસનું રેન્ચોને ઘસેડીને ક્લાસમાં લઇ જવું, હોસ્ટેલમાં થનારી મસ્તી, ત્રણ મિત્રો અને તેમની રસપ્રદ હરકતો. રાજકુમાર હિરાનીની આ ફિલ્મ લેખક ચેતન ભગતની નોવેલ ‘ફાઈવ પોઈન્ટ સમ વન’ આધારિત હતી પરંતુ ફિલ્મની વાર્તાનો બહુ મોટો હિસ્સો મૌલિક હતો.