ટીવી ક્વીન એકતા કપૂરની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યુસર્સમાં થાય છે. છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી તે ટીવી શોઝનું નિર્માણ કરી રહી છે. એકતાએ અનેક બોલિવુડ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.
દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રની દીકરી 42 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. જો કે 2018નું વર્ષ તેના માટે લકી પુરવાર થવાનું છે કારણ કે તેને તેનો વેલેન્ટાઈન મળી ગયો છે.
જૂન 2016માં સરોગસીના માધ્યમથી લક્ષ્યનો જન્મ થયો હતો. એકતા ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર તેના ફોટોઝ શેર કરતી રહે છે. આ ઉપરાંત તેણે ક્યા કૂલ હૈ હમ, કૃષ્ણા કોટેજ, સી કંપની, લવ સેક્સ ઔર ધોખા, રાગિણી એમએમએસ, ધ ડર્ટી પિક્ચર, લૂટેરા, ઉડતા પંજાબ જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.