મુંબઈ : સુપરસ્ટાર સલમાન ખાન આજે તેનો 54 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ગઈરાત્રે સલમાન ખાને તેના પરિવાર અને મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરી હતી. સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ આ પાર્ટીમાં હાજર હતી. સલમાન ખાનના કેક કાપવાના અને પરિવાર સાથે ડાન્સિંગના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
યુલિયાએ સલમાનને કિસ કરી હતી
આવી સ્થિતિમાં હવે સલમાનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં યુલિયા વંતુર તેને કિસ કરી રહી છે. વીડિયોમાં, દરેક જણ સલમાન ખાનને જન્મદિવસની શુભકામના આપે છે અને ત્યારબાદ યુલિયા આવીને તેને કિસ કરે છે. જુઓ વિડીયો –