70th National Film Awards: નિત્યા મેનન અને માનસી પારેખે 70મા રાષ્ટ્રીય પુરસ્કારોમાં પ્રભુત્વ જમાવ્યું, 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે બે અભિનેત્રીઓએ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે.
આજે 16મી ઓગસ્ટે 70th National Film Awards ની જાહેરાત કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. કન્નડ સુપરસ્ટાર ઋષભ શેટ્ટીએ તેની ફિલ્મ કાંત્રા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે આ વખતે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ બે અભિનેત્રીઓને વહેંચવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કોણ છે આ બે અભિનેત્રીઓ?
Nithya Menon 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો
Nitya Menon તેની 2022 ની તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. આ ફિલ્મમાં નિત્યાએ સાઉથ એક્ટર ધનુષ સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં ધનુષે ડિલિવરી બોયની ભૂમિકા ભજવી હતી જ્યારે નિત્યાએ ધનુષના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન મિથરાન જવાહરે કર્યું હતું.
આ ફિલ્મ અગ્રણી OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે.
View this post on Instagram
Manasi Parekh ગુજરાતી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો
Nitya Menon સાથે Manasi Parekh પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. માનસીને તેની 2023ની ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન વિરલ શાહે કર્યું છે. ફિલ્મમાં માનસી ઉપરાંત રત્ના પાઠક શાહ, ધર્મેન્દ્ર ગોહિલ અને દર્શિલ સફારીએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ મૂવી VI મૂવીઝ અથવા ટીવી પર જાહેરાતો સાથે મફતમાં જોઈ શકાય છે
View this post on Instagram