અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાએ લૉકડાઉનમાં કોરોના વોરિયર્સની હિંમતને સલામ કરીને આભાર માન્યો, આરાધ્યાએ એક ડ્રોઈંગ બનાવ્યું હતું. આ ડ્રોઈંગને ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન તથા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં શૅર કર્યું હતું. અમિતાભ બચ્ચને આરાધ્યાનું પેઈન્ટિંગ શૅર કરીને કહ્યું હતું કે આઠ વર્ષની હોવા છતાંય તે ફીલ કર્યું, તું સમજી, તે વ્યક્ત કર્યું. આ મારી પૌત્રી આરાધ્યાએ બનાવ્યું છે.
આરાધ્યાએ પોતાના ડ્રોઈંગમાં કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટર્સ, નર્સ, આર્મી જવાન, પોલીસ, શિક્ષકો તથા પત્રકારોના ચિત્ર બનાવ્યા હતાં. આ સાથે જ આરાધ્યાએ ઘરમાં રહો, સલામત રહો તે સંદેશ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ડ્રોઈંગમાં આરાધ્યા પોતાના પેરેન્ટ્સનો હાથ પકડીને ઊભી હોય છે. આરાધ્યાએ પિતા અભિષેકને યલો ટી-શર્ટ તથા જીન્સ, માતા ઐશ્વર્યાને વ્હાઈટ ડ્રેસ તથા પોતાના માટે પિંક ડ્રેસ પંસદ કર્યો હતો. આખા ડ્રોઈંગમાં આરાધ્યાએ લાલ તથા વિવિધ રંગના દિલ બનાવ્યા હતાં.