ઉત્તર પ્રદેશના 12 વર્ષના કિશોર મૃગેન્દ્ર એ ધર્મ અને ખ્યાતનામ લોકોના જીવન સહિત 135 પુસ્તકો લખી નાખ્યા છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવનચરિત્રનો પણ સમાવેશ થાય છે. મૃગેન્દ્ર રાજે આ વિશે કહ્યું કે, તેણે 6 વર્ષની નાની વયથી પુસ્તકો લખવાની શરૂઆત કરી હતી અને તેનું પહેલું પુસ્તક કવિતાઓનું સંપાદન હતું. મૃગેન્દ્રની સિદ્ધીઓ વિશે વાત કરતા તેના માતા પિતાએ કહ્યું કે, બાળપણથી લેખન તરફ તેની રૂચિ છે. જેને તેમણે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.
પોતાના લેખન માટે તે આજનો અભિમન્યુ નામના ઉપનામનો ઉપયોગ કરે છે. અને અત્યારે તેની પાસે વિશ્વના ચાર મોટા રેકોર્ડ છે. સાથે બીજી ઘણી સિદ્ધીઓ તેના નામે બોલે છે. જેમાં લંડનની વર્લ્ડ યુનિવર્સિટી ઓફ રિકોર્ડ તરફથી ડોક્ટરેટની મળેલી ઓફર પણ સામેલ છે.
મૃગેન્દ્રના પિતા ઈચ્છે છે કે તેના દિકરાને વધારે પ્રોત્સાહન મળવું જોઈએ જેથી દેશનું નામ રોશન થાય. તેમણે કહ્યું કે, દિકરાને લંડન મોકલવા માટે તેમને આર્થિક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં તેના પિતાએ કહ્યું કે, લંડનની વર્લ્ડ રિકોર્ડ યુનિવર્સિટીની અદભૂત પ્રતિભાઓને લેખન અને અન્ય લોકોને પણ ડોક્ટરેટની ઓફર આપે છે. તેમનું રૂલ્સ અને રેગ્યુલેશન પણ ઘણું કડક છે. ફિના ધોરણો હળવા પણ નથી કરતી. અમારું ખૂબ જ મન હતું કે લંડન જઈ તે ભારતનું નામ રોશન કરે પણ અમે લોકો ઈચ્છતા હોવા છતાં તેના માટે આર્થિક વ્યવસ્થા નથી કરી શકતા.