મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ ફરી એક વખત ભત્રીજાવાદ (નેપોટિઝ્મ) પર ચર્ચા થઈ રહી છે. સુશાંતના મોત માટે નેપોટિઝમને દોષી ઠેરવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘણા લોકો તેમની સ્ટ્રગલની વાર્તાઓને સાર્વજનિક કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ટ્વિટર પર સવાલ અને જવાબ સત્ર દરમિયાન, એક પ્રશંસકે સુષ્મિતાને નેપોટિઝ્મ અંગે સવાલ પૂછ્યો.
સુષ્મિતા સેનનો નેપોટિઝમ અંગેનો જવાબ
#AskAarya સેશનમાં એક પ્રશંસકે સુષ્મિતા સેનને પૂછ્યું – બોલીવુડમાં નેપોટિઝમના કારણે તમે અહીં કેવી રીતે સર્વાઇવ કર્યું ? આ પ્રશ્નના જવાબમાં સુષ્મિતા સેને કહ્યું – મેં ફક્ત મારા પ્રેક્ષકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમે લોકો. જ્યાં સુધી તમે લોકો મને કામ કરતા જોવા માંગો છો ત્યાં સુધી હું એક એક્ટર તરીકે કામ કરવાનું ચાલુ રાખીશ. #simpleenough #AskAarya
https://twitter.com/thesushmitasen/status/1274667794752172033