જન્માષ્ટમીના ખાસ અવસરે દહી-હાંડી ફોડતો શાહરુખખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે તેના દિકરા સાથે દહી હાંડી ફોડતા જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં જન્માષ્ટમી ધુમધામથી મનાવવામાં આવી રહી છે. બોલીવૂડ સ્ટાર્સ પણ દહી- હાંડી ફોડીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
આમિરે ટ્વિટર ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેમનો દિકરો આઝાદ પિતાની પિઠ ઉપર ચઢીને દહી હાંડી ફોડતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આમિરની પત્ની કિરણ રાવ મોબાઈલમાં વીડિયો બનાવી રહી હતી. આમિર તેનો એક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમા દિકરો આઝાદ પીઠ ઉપર ચઢેલો છે. તેમણે કેપ્સનમાં લખ્યું છે, ‘બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભ કામના’