Aamir Khan Girlfriend Gauri First Picture: આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરીની હોલીવુડ અભિનેત્રી સાથે તુલના, ચાહકોની રમૂજી પ્રતિક્રિયાઓ
Aamir Khan Girlfriend Gauri First Picture : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના 60મા જન્મદિવસ પર, તેમણે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેના સંબંધ વિશે ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 18 મહિનાથી એક સાથે છે અને હાલમાં લિવ-ઇન સંબંધમાં જીવી રહ્યા છે. બેંગલુરુની રહેવાસી ગૌરી એક પ્રોફેશનલ સ્ટાઈલિસ્ટ છે, અને તેમના પરિવારએ પણ આ સંબંધને સ્વીકારી લીધો છે.
સોશિયલ મીડિયા પર ઉથલપાથલ
View this post on Instagram
આ સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયામાં ચાહકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. આમિર પોતાના અંગત જીવનને સામાન્ય રીતે મીડિયાથી દૂર રાખે છે, પરંતુ આ વખતે, ગૌરી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
હોલીવુડ અભિનેત્રી કેટી હોમ્સ સાથે તુલના
ગૌરીની તસ્વીરો જોઈને ચાહકોએ હોલીવુડ અભિનેત્રી કેટી હોમ્સ સાથે તેની તુલના શરૂ કરી દીધી. એક યુઝરે લખ્યું, “ગૌરી બિલકુલ કેટી હોમ્સ જેવી લાગે છે!” જયારે બીજા યુઝરે ટિપ્પણી કરી, “તેને જોઈને એવું લાગે છે કે તે 2000ના દાયકાની હોલીવુડ અભિનેત્રી છે.”
કેટલાક ચાહકોએ તો બીજી જાણીતી હસ્તીઓ સાથે પણ ગૌરીની તુલના કરી, અને એક યુઝરે લખ્યું, “મને તો લાગ્યું કે આ નતાશા છે!”
ગૌરી કોણ છે?
ગૌરી પહેલા મુંબઈમાં એક સલૂન ચલાવતી હતી. બાદમાં, તેણે લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી ફેશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો. તે પછી, આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં કામ શરૂ કર્યું.
માહિતી અનુસાર, ગૌરી છ વર્ષના દીકરાની માતા છે, જે હાલમાં આમિર સાથે રહે છે. આમિરે પણ સ્વીકાર્યું કે ગૌરીનો બોલિવૂડ સાથે ખાસ કોઈ લગાવ નથી.
ગૌરીને બોલિવૂડનો ખાસ શોખ નથી
આમિરે એક મજેદાર ખુલાસો કરતા કહ્યું કે “ગૌરીએ મારી માત્ર બે ફિલ્મો – ‘લગાન’ અને ‘દંગલ’ જોઈ છે!” આમિરનું કહેવું છે કે ગૌરી તેના સ્ટારડમથી પ્રભાવિત નથી, અને તેને એ વાત વિશે ખાસ ખ્યાલ પણ નથી કે તે કેટલો મોટો સ્ટાર છે!
સોશિયલ મીડિયામાં હજુ પણ આ મુદ્દે ચર્ચાઓ અને મીમ્સ વાયરલ થઈ રહ્યા છે, અને ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.