રણવીર સિંહ અને આમિર ખાન બોલીવુડમાં એક પછી એક સફળ ફિલ્મો આપી પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યા છે. આમિર ખાન તો મિસ્ટર પરફેક્ટ તરીકે જાણીતો છે જયારે રણવીર પોતાની અભિનય કળામાં માહિર છે. થોડા સમય પહેલા જ આમીરની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ખુબ સફળ રહી છે જયારે રણવીરની ફિલ્મ પદ્માવતી 1 ડિસેમ્બરે રજુ થવાની છે. આ ફિલ્મ ખુબજ ચર્ચામાં છે.
આ બન્ને સફળ કલાકારો એક સાથે એક જ ફિલ્મમાં નજર આવે તો તેમના ચાહકો માટે આ એક ખુબ સારી ભેટ ગણાશે આમ પણ આમિર અને રણવીર એક બીજાની ખુબજ નજીક છે. થોડા દિવસ પહેલા પ્રોડ્યૂસર સિધાર્થ રોય કપૂરને અમીરના ઘરની બહાર જોવામાં આવ્યો હતો.ખબરોનું માનીયે તો આમિર રણવીરને રાકેશ શર્માની આગામી ફિલ્મ સેલ્યૂટમાં લેવા ઈચ્છે છે. આ ફિલ્મને સિધાર્થ રોય કપૂર પ્રોડ્યૂસ કરે છે.
જો આ ફિલ્મમાં બંને સાથે દેખાશે તો દર્શકોને ખુબ જ મજા પડી જશે. રણવીર પાસે હાલ રોહિત શેટ્ટીની ફિલ્મ અને 1983 વર્લ્ડકપની એક બાયોપિક પણ છે. આમિર ખાન હાલ ઠગસ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આમિર સાથે ફાતિમા સના શેખ, કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન છે.
જોવાનું એ છે કે બંનેની સાથે ફિલ્મ બનશે કે કેમ?